આટકોટની નિર્ભયા કેસમાં પોલીસનું આરોપી પર ફાયરિંગ
રાજકોટ જિલ્લાના આટકોટ નજીક કાનપર ગામની સીમમાં દિલ્હીના નિર્ભયાકાંડ જેવી જ અત્યંત ક્રૂર અને જઘન્ય ઘટના સામે આવી છે. ખેતમજૂરની વાડીમાં રમતી 6 વર્ષની માસૂમ બાળકીને નજીકની ઝાડીમાં ખેંચી જઈ ત્રણ સંતાનના પિતા એવા નરાધમે પીંખી નાખી હતી. એટલું જ નહીં, દુષ્કર્મ બાદ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી તેને લોહીલુહાણ કરી દીધી હતી. બાળકી દર્દથી કણસી રહી હોવા છતાં નરાધમ તેને એ જ હાલતમાં ત્યાં મૂકીને નાસી છૂટ્યો હતો. ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં તેને દબોચી લીધો હતો.
પોલીસે પ્રાથમિક તપાસ બાદ આરોપી સામે ગંભીર જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કર્યો છે. તપાસ દરમિયાન ઘટનાઓની વધુ માહિતી એકત્ર કરવા માટે પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો. કોર્ટે આરોપીને 15 ડિસેમ્બર 2025ના સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ પર મોકલ્યો છે.
પોલીસ આરોપીને લઈ કાનપુર ગામની વાડીએ પહોંચી હતી રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ અને જરૂરી પુરાવાઓ એકત્રિત કરવાની કામગીરી ચાલી રહી હતી. પૂછપરછમાં રામસિંગે જણાવ્યું હતું કે, તેણે ગુનો આચરતી વખતે જે લોખંડનો સળીયાનો ઉપયોગ કર્યો હતો તે ખેતરમાં ફેંકી દીધો હતો. આ માહિતીના આધારે 10 ડિસેમ્બર બુધવારના રોજ પોલીસ દ્વારા સરકારી પંચોને સાથે રાખીને આરોપી રામસિંગને કાનપુર ગામની સીમ વિસ્તારમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ખેતરમાં આરોપી ભાગીયા તરીકે ખેતી કામ કરતો હતો. પોલીસે મુદ્દામાલ કબજે કરવાની કાર્યવાહી પૂર્ણ કરી હતી.