અમદાવાદમાં 13.8, વડોદરામાં 13 તો રાજકોટમાં 13.2 ડિગ્રી લઘતમ તાપમાન નોંધાયું
રાજ્યમાં અત્યારે મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. નલિયામાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જેથી નલિયા સૌથી વધુ ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે અમદાવાદમાં એક ડિગ્રી સેલ્સિયસના ઘટાડા સાથે 13.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. છેલ્લા બે દિવસથી અમદાવાદમાં એક એક ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ રહ્યો છે. નલિયા બાદ અમરેલીમાં 12 ડિગ્રી સેલ્સિયસ અને ત્યારબાદ ડીસામાં 12.8 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ એ કે દાસના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ વાતાવરણ અને તાપમાન યથાવત રહેશે. રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાશે. સૌરાષ્ટ્ર કચ્છમાં લઘુતમ તાપમાન સામાન્ય નોંધાયું હતું.
અમદાવાદમાં 13.8 ડિગ્રી સેલ્સિયસ, અમરેલીમાં 12 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 13 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં 15.4 ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં 14.4 ડિગ્રી સેલ્સિયસ, દમણમાં 15 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 12.8 ડિગ્રી સેલ્સિયસ, દીવમાં 16.8 ડિગ્રી સેલ્સિયસ, દ્વારકામાં 17.6 ડિગ્રી સેલ્સિયસ, કંડલામાં 14.5 ડિગ્રી સેલ્સિયસ, નલિયામાં 10 ડિગ્રી સેલ્સિયસ, ઓખામાં 21.4 ડિગ્રી સેલ્સિયસ, પોરબંદરમાં 13.4 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 13.2 ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં 19.4 ડિગ્રી સેલ્સિયસ, વેરાવળમાં 19.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.