SCOમાં આતંકવાદ સામે ભારતની મોટી જીત

ચીનમાં SCO સમિટના બીજા દિવસે ભારતને મોટી સફળતા મળી છે. ઘોષણાપત્રમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરવામાં આવી છે. આ દરમિયાન પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ પણ હાજર હતા. ઘોષણાપત્રમાં કહેવામાં આવ્યું છે કે આ હુમલાના ગુનેગારો, આયોજકો અને તેમને ટેકો આપનારાઓને સજા આપવી જરૂરી છે.
નોંધનીય છે કે જૂનમાં સંરક્ષણમંત્રીઓની બેઠક દરમિયાન SCO ઘોષણામાં પહેલગામ હુમલાનો કોઈ ઉલ્લેખ નહોતો. ભારતે આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને એના પર હસ્તાક્ષર કરવાનો પણ ઇનકાર કર્યો હતો.