USCએ મુંબઈમાં લોન્ચ કર્યો પ્રથમ ‘રતન ટાટા સન્માન’
સાઉથર્ન કેલિફોર્નિયા યુનિવર્સિટી (USC)એ રવિવાર (7 ડિસેમ્બર)ના રોજ પ્રથમ USC–રતન ટાટા પુરસ્કાર પ્રદાન કર્યો. આ સન્માન ઇન્ફોસિસના સ્થાપક એન. આર. નારાયણ મૂર્તિને ટેકનોલોજી, વ્યવસાય, એન્જિનિયરિંગ અને પરિવર્તનકારી નેતૃત્વમાં તેમના નોંધપાત્ર યોગદાન બદલ આપવામાં આવ્યું.
આ પુરસ્કાર દિવંગત ઉદ્યોગપતિ અને USCના લાઇફ ટ્રસ્ટી રતન ટાટાના નામ પર શરૂ કરવામાં આવ્યો છે. આ સાથે USC અને ભારતના સંબંધોમાં એક મહત્વપૂર્ણ અધ્યાય જોડાઈ ગયો છે.
આ સમારોહ મુંબઈના તાજ મહેલ પેલેસ હોટેલમાં આયોજિત પ્રથમ USC ઇન્ડિયા એવોર્ડ્સ દરમિયાન યોજાયો હતો.
સમારોહમાં ઉદ્યોગ જગતની અન્ય બે પ્રતિષ્ઠિત હસ્તીઓને પણ સન્માનિત કરવામાં આવી. બાયોકોનનાં સ્થાપક અને ચેરપર્સન કિરણ મઝુમદાર-શોને યુએસસી બિઝનેસ મેનેજમેન્ટ એવોર્ડ મળ્યો.
સિરમા એસજીએસ ટેકનોલોજીના ચેરમેન અને ઇન્ફિનક્સના સ્થાપક સંદીપ ટંડનને યુએસસી વિશિષ્ટ પૂર્વ વિદ્યાર્થી પુરસ્કાર (Distinguished Alumni Award)થી સન્માનિત કરવામાં આવ્યા.